નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ. સ.). ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એ શનિવારે જી-20 ખાતે યંગ માઈન્ડસ ની પ્રભાવશાળી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો અને યુવા વિકાસના મહત્વ પર ભાર મૂક્યો.
ઉપરાષ્ટ્રપતિએ આજે સંસદ ભવનમાં જી-20 થીંક ક્વિઝના ફાઇનલિસ્ટનું સ્વાગત કર્યું અને તેમને કહ્યું કે, નવા સંસદ ભવનનું નિર્માણ માત્ર 30 મહિનામાં જ પૂર્ણ થયું છે. તે એક એવો પ્રોજેક્ટ હતો જેમાં દેશના દરેક ખૂણેથી માનવ સંસાધન સામેલ હતું.
તેમણે ભારતની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી જી-20 સમિટની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, જી-20 ની 200 થી વધુ બેઠકો દેશભરમાં 60 સ્થળોએ યોજાઈ હતી. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે, ઉપરાષ્ટ્રપતિએ સંબંધિત દેશોમાં રાજદૂત તરીકેની તેમની પ્રારંભિક ભૂમિકા અને તેમના વિદાય પછી ગ્લોબલ એમ્બેસેડર તરીકેના તેમના સંક્રમણને સ્વીકાર્યું. ધનખડ એ, સહભાગીઓને તેમના અનુભવો અને યાત્રા નું વિવરણ આપવા, મિત્રતા વધારવા અને તેમની યાત્રા પછી પણ સંબંધો જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ/પવન / ડો. હિતેશ
