નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની જામીન અરજી પર, આજે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી. આ મામલે હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને નોટિસ પાઠવી છે.
જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે જામીન અરજી પર આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ, કરવાનો આદેશ આપ્યો છે. સંજય સિંહે, ટ્રાયલ કોર્ટના જામીન અરજી ફગાવી દેવાના આદેશને, હાઈકોર્ટમાં પડકાર્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે 22 ડિસેમ્બર, 2023ના રોજ તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. રાઉસ એવન્યુ કોર્ટે કહ્યું હતું કે, રેકોર્ડ પર મૂકવામાં આવેલા તથ્યો એ માનવા માટે પૂરતા છે કે, સંજય સિંહ મની લોન્ડરિંગના દોષી છે.
નોંધનીય છે કે, ઇડી એ 4 ઓક્ટોબરે સંજય સિંહની તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહને રાજ્યસભાના સભ્ય તરીકે, નોમિનેશન દાખલ કરવા માટે શારીરિક રીતે ઓફિસ જવાની મંજૂરી આપી છે. સંજય સિંહનો રાજ્યસભાના સભ્ય તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. નોમિનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / મુકુંદ / ડો. હિતેશ/માધવી
