
અમરાવતી, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ. સ.). આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં રવિવારે સાંજે હાવડા-ચેન્નઈ લાઇન પર બે પેસેન્જર ટ્રેનની ટક્કર બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. 113 ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાયગડા પેસેન્જર ટ્રેનમાં લગભગ 1400 મુસાફરો હતા. તેની ચાર બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ઈજાગ્રસ્ત અને મૃતદેહોને બોગીમાંથી ગેસ કટર વડે બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અન્ય ત્રણ કોચમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આ રૂટ પરથી પસાર થતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/નાગરાજ/મુકુંદ / ડો. હિતેશ/માધવી
