ભોપાલ, નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે (મંગળવારે) મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. તેઓ અહીં મઉગંજ અને જબલપુર જિલ્લામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધશે અને રોડ શોમાં ભાગ લેશે.
ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહ, મઉગંજ જિલ્લાના દેવતાલાબ વિધાનસભાના સ્ટેડિયમમાં બપોરે 3:00 વાગ્યે જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી શાહ સાંજે 4:40 વાગ્યે જબલપુર પશ્ચિમ વિધાનસભાના દાદા બાડા મેદાન મેડિકલમાં જાહેર સભાને સંબોધશે. આ પછી, તેઓ જબલપુર ઉત્તર-મધ્ય વિધાનસભા અને જબલપુર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત રોડ શોમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકેશ/મુકુંદ / ડો. હિતેશ/માધવી
