કાઠમંડુ, નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર
(હિ.સ.) નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીની ભલામણ પર, આજે સવારે
રાષ્ટ્રપતિ ભવનમાં ત્રણ મંત્રીઓ શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11:૩૦ વાગ્યે
શરૂ થશે. સમારોહ અંગેની માહિતી રાષ્ટ્રપતિ ભવને આપી હતી.
શીતલ નિવાસના સૂત્રોના જણાવ્યા અનુસાર,’ઓમપ્રકાશ અર્યાલને
ગૃહ મંત્રાલય ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવશે.
ભૂતપૂર્વ નાણાં સચિવ રામેશ્વર ખનાલને નાણાં પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવામાં આવશે.
કુલમાન ઘીસિંગને ઊર્જા મંત્રાલય તેમજ કેટલાક અન્ય મંત્રાલયોની જવાબદારી સોંપવામાં
આવી શકે છે.’
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
