કાઠમંડુ, નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.). દેશની સર્વોચ્ચ અદાલતે નેપાળમાં ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈવીએફ) અને સરોગસી પ્રથાઓ પર વચગાળાનો પ્રતિબંધ લાદ્યો છે. કોર્ટે આ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી દેશના તમામ આઈવીએફ ક્લિનિક્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે અને સરોગસી પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
કોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટની સિંગલ બેન્ચે આ વચગાળાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ ટેક પ્રસાદ ધુંગાનાની સિંગલ બેન્ચે નિઃસંતાન યુગલો માટે ચલાવવામાં આવતા આઈવીએફ ક્લિનિક્સના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સંબંધિત અધિકારીઓને રિટ અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી મહિલાઓના અંડ ના સંગ્રહ અને પ્રત્યારોપણની મંજૂરી ન આપવા જણાવ્યું છે. તેવી જ રીતે, કોર્ટે સરકારને સરોગસીની ચાલી રહેલી પ્રથાના અસરકારક સરકારી દેખરેખ અંગે 15 દિવસની અંદર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
એડવોકેટ અંકિતા ત્રિપાઠીએ કોર્ટમાં રિટ દાખલ કરીને દલીલ કરી હતી કે, આઈવીએફ ક્લિનિક્સની વધતી સંખ્યા છતાં, શુક્રાણુ અને અંડ દાન, ગર્ભનો ઉપયોગ અને સરોગસી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર દેખરેખ રાખવા માટે કોઈ વ્યાપક કાયદો નથી.
આ રિટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, એક જ દાતાનો ઉપયોગ કરીને બહુવિધ ક્લિનિક્સ, સંમતિ વિના આનુવંશિક સામગ્રીનો ઉપયોગ અને સરોગસીને સતત પ્રોત્સાહન. સુપ્રીમ કોર્ટે પહેલાથી જ સરોગસી અંગે એક આદેશ જારી કર્યો છે જેમાં સરોગસીને વ્યવસાય તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
એડવોકેટ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે એક નક્કર કાયદો બનાવવા તરફ ધ્યાન દોર્યું છે, જેમાં વંધ્યત્વ વ્યવસ્થાપન સેવાઓ પર આરોગ્ય અને વસ્તી મંત્રાલયની નવી રજૂ કરાયેલ માર્ગદર્શિકાને અપૂરતી ગણાવી છે.
તાજેતરમાં, નેપાળ સરકારના આરોગ્ય મંત્રાલયે આઈવીએફ ક્લિનિકના સંચાલન અંગે માર્ગદર્શિકા જારી કરી હતી અને 20 થી 35 વર્ષની વયના પુરુષો અને સ્ત્રીઓને અંડ અને શુક્રાણુ દાન કરવાની મંજૂરી આપી હતી. આ કાયદાની આડમાં યુવાન છોકરીઓ અને છોકરાઓને પૈસાની લાલચ આપીને અંડ અને શુક્રાણુ દાનનો વ્યવસાય થવાની આશંકા પર રિટ દાખલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
