કાઠમંડુ, નવી દિલ્હી, 11 નવેમ્બર (હિ.સ.): ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વ હેઠળના સીપીએન-યુએમએલ એ, સંસદ ભંગ કરીને નેપાળમાં વચગાળાની સરકારની રચના સામે આજે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. આમાં દેશભરના તમામ 753 સ્થાનિક એકમોનો સમાવેશ થાય છે.
પાર્ટીના પ્રચાર વિભાગના વડા રાજેન્દ્ર ગૌતમના જણાવ્યા અનુસાર, દેશભરના 6,743 વોર્ડમાં વોર્ડ-સ્તરીય બેઠકો યોજાઈ ચૂકી છે. ગૌતમે જણાવ્યું હતું કે, મોટરસાયકલ રેલી આજના શક્તિ પ્રદર્શનનો મુખ્ય ભાગ છે. સ્થાનિક એકમો તેમના કેન્દ્રો પર જાહેર સભાઓ અને સરઘસોનું આયોજન કરી રહ્યા છે. પાર્ટીએ 15 નવેમ્બરે જિલ્લા-સ્તરીય જાહેર સભા અને 22 નવેમ્બરે કાઠમંડુમાં વિરોધ રેલીનું આહ્વાન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
