નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ. સ.) તેમાં કોઈ શંકા નથી કે, બોલિવૂડની ધક ધક ગર્લ એટલે કે માધુરી દીક્ષિતની સુંદરતા આજે પણ લોકોને મોહિત કરે છે. માધુરી દીક્ષિતની ફિલ્મ પંચક નવા વર્ષમાં દર્શકોની સામે, આવી રહી છે. થોડા દિવસો પહેલા માધુરી દીક્ષિત લોકસભાની ચૂંટણી લડશે તેવી વાતો ચાલી રહી હતી. એટલું જ નહીં માધુરી દીક્ષિત ભાજપની ટિકિટ પર, લોકસભાની ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા હતી. હવે માધુરી દીક્ષિત અને તેના પતિ શ્રીરામ નેને બંનેએ, આ વિષે પોતાનું મૌન તોડ્યું છે.
માધુરી દીક્ષિતના રાજકારણમાં પ્રવેશ પર ડૉ. શ્રીરામ નેનેએ ટિપ્પણી કરી, “રોલ મોડલ સમાજને માર્ગદર્શન આપે છે. જો સમાજમાં સારા સુધારા થશે તો, ભારત નંબર વન હશે. રાજકારણ એ અમારી માટે નથી. અમે દરરોજ નવું શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. આ રીતે અમે લોકોને મદદ કરવાનું પસંદ કરીએ છીએ.
માધુરીએ કહ્યું, “મારે દરેક ચૂંટણીમાં જવાબ આપવો પડે છે, પરંતુ ચૂંટણી લડવી એ મારી મહત્વાકાંક્ષા નથી. રાજકારણ મારો શોખ નથી, હું રચનાત્મક છું. દરેક ચૂંટણીમાં મને ક્યાંકથી મેદાનમાં ઉતારવામાં આવે છે, પરંતુ મને રાજકારણમાં કોઈ રસ નથી.”
માધુરી દીક્ષિતની રાજનીતિમાં એન્ટ્રી અને ચૂંટણી લડવાની, ઘણી વખત ચર્ચા થઈ છે. ગત લોકસભા ચૂંટણીમાં પણ એવી ચર્ચા હતી કે, તે પુણેથી ચૂંટણી લડશે. ત્યારે આ સમાચાર ખોટા અને કાલ્પનિક હોવાનું બહાર આવ્યું હતું. હવે માધુરીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તે અત્યારે તો રાજકારણમાં નહીં આવે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
