નવી દિલ્હી, 14 નવેમ્બર(હિ. સ.) ‘બિગ બોસ’ની 17મી સિઝન 16 ઓક્ટોબરથી શરૂ થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન, ‘બિગ બોસ’નો એપિસોડ હોસ્ટ કરી રહ્યો છે. દર અઠવાડિયે ભાઈજાન ‘વીકેન્ડ કા વાર’ શો માં, ઘરના તમામ સભ્યોની ક્લાસ લેતા હોય છે. ગયા અઠવાડિયે ‘ટાઈગર 3’ના પ્રમોશન માટે, બિગ બોસના સ્ટેજ પર સલમાન સાથે કેટરીના કૈફ પણ હાજર હતી. આ વખતે કેટરીનાએ આખા કાર્યક્રમ દરમિયાન સલમાનનો ગુસ્સો શાંત કરવાનો, પ્રયાસ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બિગ બોસના કાર્યક્રમ ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન, હાઉસમેટ ફિરોઝા ખાન ઉર્ફે ખાનઝાદી સાથે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. સલમાન ખાને ખાનઝાદીને કહ્યું,’ શું તને આ ઘરમાં માત્ર, લડવા માટે મોકલાયો છે?’ આ પછી ખાનઝાદી, સલમાનની વાત સાંભળ્યા વિના તેને સમજાવવા લાગે છે. તેણે એ પણ રેખાંકિત કર્યું કે,’કેવી રીતે મનારા ચોપડા, બધાની સાથે ખોટું કરી રહી છે.’
તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં જોઈ શકાય છે કે, ભાઈજાન અંત સુધી સહમત ન થવા બદલ ખાનઝાદી પર ગુસ્સે છે. સલમાન તેને કહે છે, “તને કંઈ સમજાતું નથી? ઘરમાં કોઈએ પણ પોતાની મર્યાદાની બહાર જઈને કામ ન કરવું જોઈએ. દિવાળી છે… કેટરિના તમને મળવા આવી છે, પણ તમે સાંભળતા નથી.” નવા પ્રોમોમાં ભાઈજાનનો, વધતો ગુસ્સો જોઈને કેટરિના તેને હાથ વડે પાછળ ખેંચીને બચાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.
દરમિયાન, કેટરિના કૈફ અને સલમાન ખાન સ્ટારર ‘ટાઈગર 3’ એ, રેકોર્ડ તોડ્યો છે અને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 42 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ તમામ ફિલ્મોમાં સલમાન ખાને, ટાઈગરનો રોલ કર્યો છે અને કેટરિનાએ ઝોયાનો રોલ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
