નવી દિલ્હી, 1 જાન્યુઆરી(હિ. સ.) સાઉથની ફિલ્મોનો જાદુ દરેક જગ્યાએ જોવા મળે છે. દર્શકો પણ તેમની ફિલ્મોમાં વધુ રસ દાખવે છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ એ કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલાર’ એ તેની રિલીઝના દસ દિવસમાં વૈશ્વિક સ્તરે રૂ. 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
સૈકનીલ્ક ના ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, પ્રભાસની ફિલ્મ ‘સાલાર’એ તેની રિલીઝના પહેલા દિવસે 90.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તેણે બીજા દિવસે 56.35 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 62.05 કરોડ રૂપિયા, ચોથા દિવસે 46.3 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 24.9 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 15.6 કરોડ રૂપિયા, સાતમા દિવસે 12.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આઠમા દિવસે 9.62 કરોડ રૂપિયા, નવમા દિવસે 12.55 કરોડ રૂપિયા અને 10માં દિવસે 14.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે 10 દિવસમાં 344.67 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 504.6 કરોડનું કલેક્શન કર્યું છે.
પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત સાલાર, શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘ડંકી’ના એક દિવસ પછી રિલીઝ થઈ હતી. જોકે, કમાણીના મામલામાં સાલાર ટોચ પર હોવાનું જણાય છે. દિગ્દર્શક પ્રશાંત નીલ માટે, સાલાર ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મ છે. આ પહેલા તેણે રોકિંગ સ્ટાર યશ સાથે કેજીએફ ચેપ્ટર 1 અને કેજીએફ ચેપ્ટર 2 જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. આ બંને ફિલ્મો કમાણીના મામલામાં બ્લોકબસ્ટર રહી હતી. હવે તેની સુપરહિટ ફિલ્મોની યાદીમાં ‘સાલર’ પણ સામેલ થશે. સાલારમાં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હસન, જગપતિ બાબુ, બોબી સિમ્હા, ટીનુ આનંદ અને રામચંદ્ર રાજુ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીલ / ડો. હિતેશ /માધવી
