નવી દિલ્હી, 5 નવેમ્બર (હિ. સ.) આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંનેના વીડિયો અને ફોટો હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. બંને ગયા વર્ષે નવેમ્બરમાં, માતા-પિતા બન્યા હતા. આલિયાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ રાહા છે. પરંતુ આલિયા-રણબીરે હજુ સુધી તેમની પુત્રીનો એક પણ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો નથી. આલિયાએ ખુલાસો કર્યો છે કે,’ તે રાહાની પહેલી તસવીર ક્યારે શેર કરશે.’
અભિનેત્રી આલિયા ભટ્ટે મીડિયા ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તે સમયે તેને પૂછવામાં આવ્યું હતું કે,’ ચાહકો રાહની પ્રથમ ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.’ આના પર આલિયાએ કહ્યું કે,’ મને નથી લાગતું કે, હું મારી દીકરીનો ચહેરો છુપાવું. મને મારી દીકરી પર ખૂબ ગર્વ છે. શરૂઆતમાં અમે નક્કી કર્યું હતું કે, અમે રાહાનો ચહેરો નહીં બતાવીએ. કારણ કે અમે નવા માતાપિતા હતા અને તેણી એક વર્ષની પણ નહોતી. અમને નથી લાગતું કે, તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવો જોઈએ. તેણી હજી ઘણી નાની છે.’
આલિયાએ વધુમાં કહ્યું કે,’ અમે રાહાનો ચહેરો કોઈને દેખાડી રહ્યા નથી, એવું બિલકુલ નથી, પરંતુ જ્યારે અમને લાગે છે કે, સમય યોગ્ય છે અને અમે તેના માટે તૈયાર છીએ. ત્યાર પછી રાહાની પહેલી ઝલક બતાવીશું. આ વસ્તુઓ ટૂંક સમયમાં બની શકે છે. અમે જેવા તૈયાર થશું, તરત જ રાહાની પહેલી ઝલક ચોક્કસપણે બતાવીશું.’
આલિયા-રણબીરના કામની વાત કરીએ તો, આલિયા ટૂંક સમયમાં જ ‘જીગરા’માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત રણબીરની ફિલ્મ ‘એનિમલ’ પણ દર્શકોની સામે રિલીઝ થશે. આ ફિલ્મમાં તે સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે. તેમજ આલિયા અને રણબીર ફરી એકવાર ‘બ્રહ્માસ્ત્ર-2’માં સાથે જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
