નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં તેમની ખૂબ જ અપેક્ષિત
ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ના શૂટિંગમાં
વ્યસ્ત છે, જે આવતા વર્ષે
રિલીઝ થવાની છે. આ દરમિયાન,
તેમની લોકપ્રિય ‘દબંગ’ ફ્રેન્ચાઇઝી અંગે
એક મોટી અપડેટ સામે આવી છે,
જેનાથી ચાહકોમાં
ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે,” ‘દબંગ 4’ પર કામ ચાલી
રહ્યું છે અને ફ્રેન્ચાઇઝી હજુ પૂરી થઈ નથી.”
એક ઇન્ટરવ્યુમાં, અરબાઝે કહ્યું, તે પાઇપલાઇનમાં છે, પરંતુ મને
સમયરેખા ખબર નથી. તેમણે સમજાવ્યું કે,” દર્શકો આગામી હપ્તા વિશે પ્રશ્નો ઉભા
કરી રહ્યા છે, જેના માટે એ
કહેવું વાજબી છે કે, ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે અને ટીમ કોઈપણ ઉતાવળ વિના આગળ
વધી રહી છે.”
અરબાઝ ખાને આગળ કહ્યું, ‘દબંગ 4’ ચોક્કસપણે બનશે. તે યોગ્ય સમયે બનશે. સલમાન અને હું તેની
ચર્ચા કરી રહ્યા છીએ. તે ક્યારે બનશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ જ્યારે પણ તે
થશે, ત્યારે તે એક
ફિલ્મ હશે જેની ચાહકો આતુરતાથી રાહ જોશે. નોંધનીય છે કે, સલમાન ખાનની ‘દબંગ’ ના ત્રણ ભાગ
અત્યાર સુધીમાં રિલીઝ થઈ ચૂક્યા છે: પહેલી 2૦1૦ માં, બીજી 2૦12 માં અને ત્રીજી 2૦19 માં. ત્રણેય
ફિલ્મો, બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી રહી હતી. હવે, અરબાઝની પુષ્ટિ
સાથે, એ સ્પષ્ટ થઈ ગયું
છે કે, ચુલબુલ પાંડે ફરી એકવાર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
