મુંબઈ, નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) અંધેરીની વેલવુ હોસ્પિટલમાં દાખલ મરાઠી અને હિન્દી સિનેમા અભિનેતા શ્રેયસ તલપડેની તબિયતમાં, સુધારો થયો છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે તેમની સ્થિતિ સ્થિર છે અને તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ માહિતી શ્રેયસની પત્ની દીપ્તિ તલપડેએ આપી છે.
વાસ્તવમાં, મરાઠી અને હિન્દી સિનેમાના અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે સાંજે, (15 ડિસેમ્બર) હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક મુંબઈના અંધેરીની વેલવુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે, શ્રેયસની પત્ની દીપ્તિ તલપડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, અને અભિનેતાની સ્થિતિ વિશે અપડેટ આપી.
દીપ્તિ તલપડેએ પોતાની પોસ્ટમાં શ્રેયસ માટે પ્રાર્થના કરનારાઓનો આભાર માન્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે, અભિનેતાની હાલત સ્થિર છે અને તેને થોડા દિવસોમાં રજા આપવામાં આવશે. આ ઉપરાંત તેણીએ શ્રેયસની તુરંત સારવાર કરનાર મેડિકલ ટીમ અને હોસ્પિટલનો, પણ આભાર વ્યક્ત કર્યો હતો.દીપ્તિએ પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે,’ આ સમયે તમારો સહયોગ અમને બંનેને શક્તિ આપે છે.’ શ્રેયસની પત્નીની પોસ્ટ પર કલાકારો સહિત ઘણા ચાહકોએ પ્રતિક્રિયા આપી છે. કલાકારોએ શ્રેયસના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે શ્રેયસ તલપડે ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’નું શૂટિંગ પૂરું કરીને ઘરે પરત ફર્યો હતો. ઘરે પરત ફર્યા બાદ 47 વર્ષીય શ્રેયસે તેની પત્નીને તેની બગડતી હાલત વિશે જણાવ્યું. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
