ન દિવીલ્હી, 31 જાન્યુઆરી : પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદને તેમના ઉત્કૃષ્ટ માનવતાવાદી પ્રયાસો માટે, પ્રતિષ્ઠિત ‘ચેમ્પિયન્સ ઓફ ચેન્જ’ એવોર્ડ મળ્યો છે. તેમના નિઃસ્વાર્થ પ્રયાસો માટે જાણીતા, સૂદે સામાજિક કલ્યાણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે, વ્યાપક પ્રશંસા મેળવી છે. જેના માટે તેમને અનેક પ્રશંસાઓ પ્રાપ્ત થઈ છે.
તેમની ચેરિટેબલ સંસ્થા ‘ધ સૂદ ફાઉન્ડેશન’ દ્વારા, અભિનેતાએ શિક્ષણના સંદર્ભમાં વંચિતોને મદદ કરી છે. ગરીબોના સાહસોને પ્રોત્સાહન આપીને, તેમણે તેમના ડ્રીમ પ્રોજેક્ટ, વૃદ્ધાશ્રમ નિવાસ પર કામ પણ શરૂ કર્યું છે. સમયાંતરે વિવિધ સમુદાયોના ઉત્થાન માટે, વૈશ્વિક સ્તરે તેમની પ્રશંસા કરવામાં આવી છે. ‘ચેમ્પિયન્સ ઓફ ચેન્જ’ એવોર્ડ, સામાજિક જવાબદારી પ્રત્યેના તેમના યોગદાનને દર્શાવે છે.
સોનુ સૂદે નિર્દેશક તરીકે, પોતાની પ્રથમ ફિલ્મ ‘ફતેહ’ પૂરી કરી છે. આ એક સાયબર ક્રાઈમ થ્રિલર છે. જેમાં સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં છે. સૂદની પ્રોડક્શન કંપની શક્તિ સાગર પ્રોડક્શને, ઝી સ્ટુડિયો સાથે મળીને તેનું નિર્માણ કર્યું છેહિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
