નવી દિલ્હી, 8 મે : બોલિવૂડમાં ખ્યાતિના શિખરે પહોંચ્યા પછી પણ કેટલાક એવા કલાકારો છે, જેમના પગ હજુ પણ જમીન પર છે. કાર્તિક આર્યનના નમ્ર અને મૈત્રીપૂર્ણ સ્વભાવે હંમેશા તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. તેવી જ રીતે કાર્તિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રાફિકથી બચવા માટે કાર્તિકે, મેટ્રોમાં મુસાફરી કરી. સેલ્ફી માટે ચાહકોની ભીડ એકઠી થઈ હોવા છતાં, કાર્તિકે કોઈને નારાજ કર્યા નથી.
બન્યું એવું કે, કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના, શૂટિંગમાં વ્યસ્ત છે. મુંબઈના ટ્રાફિકથી બચવા તેણે પોતાની લક્ઝરી કાર છોડીને, મુંબઈ મેટ્રોની મુસાફરી લીધી. કાર્તિકને મેટ્રોમાં જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. એક પછી એક બધાએ, કાર્તિકને સેલ્ફી માટે વિનંતી કરી. શરૂઆતમાં, કાર્તિકે તેના ચહેરા પર માસ્ક લગાવ્યું હતું પરંતુ પછીથી તેના ચાહકોની વિનંતી પર, કોઈને નિરાશ કર્યા વિના, તેણે પોતાનો માસ્ક ઉતાર્યો અને બધા સાથે સેલ્ફી લીધી. કાર્તિક જ્યારે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે, તે ડબ્બામાં હાજર લોકોમાં ઉત્તેજના જોવા મળી હતી. કાર્તિકના તેના ચાહકો સાથેના, સૌહાર્દપૂર્ણ સંબંધો જોઈને દરેક તેને ડાઉન ટુ અર્થ એક્ટર કહી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન આગામી ફિલ્મ, ‘ચંદુ ચેમ્પિયન’માં જોવા મળશે. કાર્તિકે 4 મેના રોજ ડબિંગ સ્ટુડિયોની ઝલક પણ શેર કરી હતી. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. જેનું નિર્દેશન કબીર ખાન દ્વારા કરવામાં આવ્યું છે. કાર્તિક ડિરેક્ટર અનીસ બઝમીની, હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા-3’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર, સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. કાર્તિક છેલ્લે સત્યપ્રેમ કી કથામાં, જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી લીડ રોલમાં હતી.
