નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી : બોલિવૂડ સુપરસ્ટાર કાર્તિક આર્યનનો એક વીડિયો, નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં, કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન સંભાળી રહ્યા છે. અભિનેતાએ આ ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, કાર્તિક લગભગ એક વર્ષ પછી મીઠાઈનો સ્વાદ લેતા જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં ‘ચંદુ ચેમ્પિયન’ના ડિરેક્ટર કબીર ખાન, કાર્તિકને રસમલાઈ ખવડાવતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા કાર્તિકે લખ્યું, “આ રસમલાઈનો સ્વાદ, કોઈ જીતથી ઓછો નથી. છેલ્લા એક વર્ષથી મેં કંઈ મીઠુ ખાધું નથી. મેં આ ફિલ્મ માટે, ઘણી મહેનત કરી છે. હું દિવસ-રાત આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું. અન્ય કોઈપણ મીઠાઈ કરતાં, રસમલાઈ મારી પ્રિય છે. જેણે મને સાચો રસ્તો બતાવ્યો, તેમણે જ મને રસમલાઈ ખવડાવી છે.”
ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ 14 જૂને, સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. દર્શકો હવે કાર્તિકની આગામી ફિલ્મને લઈને ઉત્સુક છે. ‘સત્ય પ્રેમ કી કથા’ પછી, કાર્તિક ‘ચંદુ ચેમ્પિયન’ સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મની સાથે જ ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’ અને ‘આશિકી-3’ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. કાર્તિકની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાંસે, કર્યું છે અને આ ફિલ્મમાં કાર્તિક અને કિયારા મુખ્ય ભૂમિકામાં હતા.
