બોલિવૂડમાં વધુ એક સ્ટાર કિડ સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ના નામથી પ્રખ્યાત આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જુનૈદની ડેબ્યૂ ફિલ્મ ‘મહારાજા’નું ફર્સ્ટ લૂક ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જુનૈદ ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં જુનૈદનો લૂક અને રોલ ગુપ્ત રાખવામાં આવ્યો છે.
આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનના ફિલ્મ ડેબ્યુની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. તે ‘મહારાજ’ ફિલ્મથી અભિનેતા તરીકે ડેબ્યૂ કરશે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. નેટફ્લિક્સે યશ રાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મો માટે કરાર કર્યો છે. જુનૈદ ખાનની ‘મહારાજ’ ઉપરાંત અનુપમ ખેરની ‘વિક્ટરી 69’ અને વાણી કપૂરની ‘મંડલા મર્ડર્સ’ પણ રિલીઝ થશે.
નેટફ્લિક્સે આ ત્રણેય ફિલ્મોનું ફર્સ્ટ લૂક ટીઝર લોન્ચ કર્યું છે. ‘મહારાજ’ના ફર્સ્ટ લૂક ટીઝરમાં ભવ્ય મહેલ અને ડાન્સ સીન બતાવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં જુનૈદ એક પત્રકારની ભૂમિકા ભજવી રહ્યો છે. જો કે હાલમાં જુનૈદ ખાનનો રોલ અને લુક ગુપ્ત રાખવામાં આવ્યો છે. જુનૈદ આ ફિલ્મ માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યો છે અને ખૂબ જ ઉત્સાહિત છે. થોડા અઠવાડિયા પહેલા તે પિતા આમિર ખાન અને અભિનેત્રી સાઈ પલ્લવી સાથે જાપાનમાં શૂટિંગ કરતો જોવા મળ્યો હતો.
