નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.) બોલીવુડ અભિનેતા સની સિંહ, જે છેલ્લે ધ ભૂતની ફિલ્મમાં, સંજય
દત્ત સાથે જોવા મળ્યો હતો,
તે મોટા પડદા પર
પાછા ફરવા માટે તૈયાર છે. જોકે ધ ભૂતની બોક્સ ઓફિસ પર સારો દેખાવ
કરવામાં નિષ્ફળ ગઈ અને નિષ્ફળ સાબિત થઈ, સની સિંહના ચાહકો માટે સારા સમાચાર છે.
સની સિંહની આગામી ફિલ્મ, ડેસિબેલ: ધ પાસ્ટ હેઝ અ ન્યૂ વોઇસ ની
જાહેરાત કરવામાં આવી છે. તે વિનીત જોશી દ્વારા દિગ્દર્શિત એક જાસૂસી થ્રિલર છે.
નોંધપાત્ર રીતે, આ ફિલ્મ વિનીતના
દિગ્દર્શન તરીકેની શરૂઆત છે.
આ વખતે, દર્શકો ડેસિબેલ માં સની સિંહ સાથે, એક નવી જોડી
જોશે. પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી ડોટ, જેને અદિતિ સાયગલ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ફિલ્મ સાથે
મોટા પડદા પર ડેબ્યૂ કરી રહી છે. તેની અને સની વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ થશે.
વધુમાં, આ ફિલ્મમાં મજબૂત સ્ટારકાસ્ટ છે. અલકા અમીન, અતુલ શ્રીવાસ્તવ, અક્ષા પરદસાની, નીરજ સૂદ, આલોક પાંડે, સમૃદ્ધિ ચંદોલા
અને રજત સુખીજા જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકાઓ ભજવે છે.જે વાર્તાના
રસપ્રદ આકર્ષણમાં વધારો કરે છે.
દિગ્દર્શક વિનીત જોશી પણ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, ડેસિબેલ
નું લગભગ 70 ટકા શૂટિંગ થઈ
ગયું છે, અને બાકીના
ભાગોનું શૂટિંગ પૂર્ણતાની ઓર છે. ફિલ્મની ટીમ કહે છે કે, વાર્તા દર્શકોને એક નવા
પ્રકારનો સસ્પેન્સ અને રોમાંચ આપશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
