નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ. સ.) વાયઆરએફ એન્ટરટેઈનમેન્ટ, અગ્રણી ભારતીય સ્ટુડિયો યશરાજ ફિલ્મ્સનું સ્ટ્રીમિંગ પ્રોડક્શન, તેના આગામી આગામી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. આ એક એજી રિવેન્જ થ્રિલર શ્રેણી છે ‘અક્કા’, જેમાં ભારતની બે સૌથી પ્રશંસિત મહિલા કલાકારો, કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટે સામ-સામે હશે.
કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટે બંનેને, આજે ભારતની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. પડદા પર એક પછી એક દમદાર અભિનય આપવા બદલ તેઓની પ્રશંસા થઈ રહી છે. રિવેન્જ થ્રિલર સિરીઝ અક્કા, સૌથી રસપ્રદ સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ્સમાંની એક હશે.
આ શ્રેણીને નવોદિત લેખક અને દિગ્દર્શક ધરમરાજ શેટ્ટી દ્વારા, નિર્દેશિત કરવામાં આવી રહી છે અને તે આદિત્ય ચોપડાની શોધ છે. અક્કા પ્રત્યેના તેમના અભિગમે, આદિત્યનું ધ્યાન ખેંચ્યું અને તેણે તરત જ આદીની સંક્ષિપ્તમાં જાણકારી સાથે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી. અક્કા, વાયઆરએફ એન્ટરટેઈનમેન્ટની અત્યાર સુધીની, સૌથી મોટી શ્રેણીમાંથી એક હશે. આ શ્રેણીની આસપાસ આયોજન કરવા માટે, વાયઆરએફ એ આ પ્રોજેક્ટની દરેક વિગતો જાણી જોઈને ગુપ્ત રાખી છે.
વાયઆરએફ એન્ટરટેઈનમેન્ટની પ્રથમ શ્રેણી ‘ધ રેલ્વે મેન’ વૈશ્વિક સફળતાની વાર્તા છે. તે વિશ્વભરમાં નેટફ્લિક્ષ પર ટોચના 10 શોમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. તે 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાના, ગાયબ નાયકોને શ્રદ્ધાંજલિ છે. જેમાં આર. માધવન, કેકે મેનન, દિવ્યેન્દુ શર્મા અને બાબિલ ખાન સ્ટાર છે.
વાયઆરએફ એન્ટરટેઈનમેન્ટની બીજી શ્રેણી ‘મંડલા મર્ડર્સ’ છે. જે એક મલ્ટી-સીઝન શ્રેણી છે, જે એક ભયાનક ક્રાઈમ થ્રિલર સાથે પ્રસ્તુત છે. વાણી કપૂર, જેણે ચંડીગઢ કરે આશિકી ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવીને વિવેચકોની પ્રશંસા મેળવી હતી. વૈભવ રાજ ગુપ્તા (ગુલ્લક ફેમ) સાથે, શ્રેણીની આગેવાની કરી રહી છે, જે સ્ટ્રીમિંગ સ્પેસમાં તેણીની શરૂઆત કરી રહી છે. સુરવીન ચાવલા (ડીકપલ્ડ) અને જમીલ ખાન (ગુલ્લક) મુખ્ય ભૂમિકામાં છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
