નવી દિલ્હી, 25 ઓકટોબર (હિ. સ.) બોલિવૂડ એક્ટર રણબીર કપૂર છેલ્લા કેટલાક દિવસોથી, તેની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. ફિલ્મના ગીતો અને પોસ્ટર રિલીઝ થયા બાદ, દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. દરમિયાન, સમાચાર છે કે, રણબીર આ ફિલ્મ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી છ મહિનાનો બ્રેક લેશે. આ પાછળનું કારણ શું છે? આ પ્રશ્ન દરેકના મનમાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, રણબીર કપૂરે તાજેતરમાં જ ઝૂમ દ્વારા, તેના ચાહકો સાથે વાતચીત કરી હતી. તે સમયે તેણે ખુલાસો કર્યો હતો કે,’ તે આગામી છ મહિના માટે સિનેમામાંથી બ્રેક લેશે.’ આ પાછળનું કારણ જણાવતાં તેણે કહ્યું કે, ‘આલિયા હાલમાં તેની આગામી ફિલ્મ જીગરાના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી હું ઘરે મારા પ્રિયજનો સાથે સમય પસાર કરવા માટે, રજા લેવાનો છું. હું રાહા સાથે ઘરે સમય પસાર કરવા જઈ રહ્યો છું.” તેણે એ પણ સ્પષ્ટતા કરી છે કે, તેણે એનિમલ પછી કોઈ ફિલ્મ સાઈન કરી નથી.
રણબીર આગામી 5 થી 6 મહિના સુધી ઘરે જ રહેશે. રાહાનો જન્મ થયો ત્યારે રણબીર એનિમલના શૂટિંગમાં વ્યસ્ત હતો. તેથી જ તે તેને સમય આપી શક્યો નહીં. હવે તે પેરેંટિંગ રજા પર જવા માંગે છે. રાહા હવે થોડી વધુ, અભિવ્યક્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં રણબીરને લાગે છે કે, કામમાંથી બ્રેક લેવાનો આ યોગ્ય સમય છે. આ વિશે વાત કરતાં રણબીરે કહ્યું, “રાહાએ હવે ઘૂંટણિયે ચાલવાનું શરૂ કર્યું છે. તે મમ્મી-પપ્પા સાથે, વાત કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. તેની સાથે વિતાવવાનો આ યોગ્ય સમય છે અને તે મારા જીવનનો સૌથી સુંદર સમય બનવા જઈ રહ્યો છે.”
ચાહકો સાથે વાતચીત કરતી વખતે, રણબીરે ફિલ્મ બ્રહ્માસ્ત્ર-2 વિશે અપડેટ પણ આપ્યું હતું. “ગયા અઠવાડિયે, દિગ્દર્શક અયાને મને ફિલ્મની વાર્તા સંભળાવી. જે પહેલા ભાગ કરતા 10 ગણી લાંબી છે. ફિલ્મની વાર્તા, તેમાંની ભૂમિકા. હાલમાં તે વોર-2 પર કામ કરી રહ્યો છે, અને શૂટિંગ પૂરું થતાં જ બ્રહ્માસ્ત્ર-2 પર કામ શરૂ કરશે. રણબીરે કહ્યું કે,” આ ફિલ્મ પર કામ આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2025માં શરૂ થશે.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
