નવી દિલ્હી, 4 જાન્યુઆરી(હિ. સ.) આમિર ખાનની પુત્રી આયરા ખાન અને નુપુર શિખરેના લગ્નમાં, મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા.
બંનેના રજિસ્ટર્ડ આંતર-ધાર્મિક લગ્નના, કેટલાક વીડિયો સામે આવ્યા છે. આયરા ખાને લગ્નમાં ધોતી ચોલીનો ડ્રેસ પહેર્યો હતો, પરંતુ નૂપુર શોર્ટ્સમાં હતો. આયરાની માતા રીનાએ સરસ ડ્રેસ પહેર્યો હતો. આમિરે તેની પુત્રીના લગ્ન માટે ઓફ-વ્હાઈટ કુર્તા અને ધોતીની પસંદગી કરી હતી. કિરણ રાવ ગોલ્ડન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે નુપુર શિખરેની માતા પ્રિતમ શિખરેએ, લાલ સાડી પહેરી હતી. આયરા અને નુપુરના લગ્નમાં, મુકેશ અને નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. આમિર ખાને તેમનું સ્વાગત કર્યું હતું. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સિવાય આ લગ્નમાં ઘણા મહેમાનો હાજર રહ્યા હતા.
આમિર ખાનની લાડકી દીકરી આયરા અને નુપુર શિકરેના લગ્નની, છેલ્લા ઘણા દિવસોથી ખૂબ ચર્ચા થઈ રહી હતી. છેવટે તેમનુ લગ્ન થઇ ગયુ હતું. તેમના લગ્નની તસવીરો, હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નેટીઝન્સ તેને શુભેચ્છાઓ પાઠવતા જોવા મળે છે. તેમના લગ્નનું રિસેપ્શન પણ ટૂંક સમયમાં જ આયોજિત કરવામાં આવશે. આ રિસેપ્શનમાં બોલિવૂડની હસ્તીઓ હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
