નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ. સ.) ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને લઈને, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર વિશ્વમાં ઉત્તેજનાનું વાતાવરણ હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતે આપેલા 241 રનના ટાર્ગેટને, 43 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતને છ વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ-કપ જીત્યો હતો. ભારતની હાર બાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને, સોશિયલ મીડિયા પર પોતાની ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી.
તેણે પોસ્ટ કર્યું, ટીમ ઈન્ડિયા.. ગઈ રાતનું પરિણામ તમારી પ્રતિભા, સિદ્ધિઓ અને ક્ષમતાનું પ્રતિબિંબ નથી.. અમને તમારા પર ગર્વ છે.. સારી વસ્તુઓ થશે.. રમતા રહો.
બીજી પોસ્ટમાં બિગ બીએ કહ્યું, “તમારી પ્રતિભા, ક્ષમતા અને ક્ષમતા આ બધાથી ઉપર છે. તમે રમેલ 10 મેચોના પરિણામો દર્શાવે છે કે, તમે એક એવી ટીમ છો જેણે અન્યને હરાવ્યા છે. આ વર્લ્ડ કપમાં તમે, કેટલા ભૂતપૂર્વ ચેમ્પિયન અને વિજેતાઓને હરાવ્યા તે જુઓ. તમે શ્રેષ્ઠ છો અને હંમેશા શ્રેષ્ઠ રહેશો.”
બે ટ્વિટની સાથે અમિતાભ બચ્ચને, એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ કરી છે. એક તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, નહી, નહી, નહી, ટીમ ઈન્ડિયા!! તમે હજી આઉટ નથી થયા. તમે અમારું ગૌરવ છો. તમે હૃદય છો જ્યાં અમારા હાથ આરામ કરે છે.”
દરમિયાન, ભારતીય ટીમના તમામ ખેલાડીઓ સારું રમ્યા, લીગમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ તેઓ વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા, પરંતુ હવે ભારતીય ટીમે આગામી મેચો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
બિગ બીની આ પોસ્ટ પર, ફેન્સે જોરદાર કોમેન્ટ કરી છે.
હિન્દૂસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / દધીબલ / માધવી
