નવી દિલ્હી, 16 જાન્યુઆરી(હિ. સ.) હિન્દી સિનેમા માટે મહત્વપૂર્ણ એવા 69 મા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત, કરવામાં આવી છે. તેના નોમિનેશનમાં રણબીર કપૂરની ‘એનિમલ’ સાથે, શાહરૂખ ખાનની ‘જવાન’ અને ‘ડંકી’નો દબદબો હતો.
આ વખતે 69મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ 27-28 જાન્યુઆરીના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાશે. આ ફંક્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે. સમારોહને કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ હોસ્ટ કરશે. પુરસ્કારો માટે, નોમિનેશન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને, જવાન ઔર ડંકી માટે, શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવ્યો છે. તેમજ રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ને 19 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.
નામાંકનોની સંપૂર્ણ યાદી-
શ્રેષ્ઠ ફિલ્મ-
1. અભી તક
2. 12વી ફેલ
3. એનીમલ
4. જવાન
5. ઓહ માય ગોડ-2
6. પઠાણ
7. રોકી અને રાનીની લવ સ્ટોરી
શ્રેષ્ઠ દિગ્દર્શક-
1. અમિત રાય (ઓહ માય ગોડ)
2. એટલી (જવાન)
3. કરણ જોહર (રોકી અને રાનીની લવ સ્ટોરી)
4. સંદીપ રેડ્ડી વાંગા (એનીમલ)
5. સિદ્ધાર્થ આનંદ (પઠાણ)
6. વિધુ વિનોદ ચોપરા (12વી ફેલ)
શ્રેષ્ઠ અભિનેતા-
1. રણબીર કપૂર (એનીમલ)
2. રણવીર સિંહ (રોકી અને રાનીની પ્રેમ કહાની)
3. શાહરૂખ ખાન (ડંકી)
4. શાહરૂખ ખાન (જવાન)
5. સની દેઓલ (ગદર-2)
6. વિકી કૌશલ (સૈમ બહાદુર)
શ્રેષ્ઠ અભિનેત્રી-
1. આલિયા ભટ્ટ (રોકી અને રાનીની લવ સ્ટોરી)
2. ભૂમિ પેડનેકર ( થેંક યુ ફોર કમિંગ)
3. દીપિકા પાદુકોણ (પઠાણ)
4. કિયારા અડવાણી (સત્ય પ્રેમકી કથા)
5. રાની મુખર્જી (શ્રીમતી ચેટર્જી વિ. નોર્વે)
6. તાપસી પન્નુ (ડંકી)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા-
1. આદિત્ય રાવલ (ફરાજ)
2. અનિલ કપૂર (એનીમલ)
3. બોબી દેઓલ (એનીમલ)
4. ઈમરાન હાશ્મી (ટાઈગર 3)
5. તોતા રોય ચૌધરી (રોકી અને રાનીની લવ સ્ટોરી)
6. વિકી કૌશલ (ડંકી)
7. શબાના આઝમી (રોકી અને રાનીની લવ સ્ટોરી)
8. તૃપ્તિ ડિમરી (એનીમલ)
9. યામી ગૌતમ (ઓહ માય ગોડ-2)
શ્રેષ્ઠ વાર્તા-
1. અમિત રાય (ઓહ માય ગોડ-2)
2. અનુભવ સિંહા (ભીડ)
3. એટલી (જવાન)
4. દેવાશિષ માખીજા (જોરામ)
5. ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય (રોકી અને રાનીની લવ સ્ટોરી)
6. કરણ શર્મા (સત્ય પ્રેમ કી કથા)
7. પારિજાત જોષી અને તરુણ ડુડેજા (ધક ધક)
8. સિદ્ધાર્થ આનંદ (પઠાણ)
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
