નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ. સ.) ‘ફાઇટર’ના તાજેતરમાં જ રીલિઝ થયેલા ટીઝરે, ઇન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી હતી અને તેને દેશભરના લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. થોડી જ વારમાં ફિલ્મનું ટીઝર યુટ્યુબ પર નંબર 1 પર ટ્રેન્ડ થવા લાગ્યું. હવે નિર્માતાઓએ ફિલ્મમાંથી સ્ક્વોડ્રન લીડર સરતાજ ગિલના રૂપમાં, કરણ સિંહ ગ્રોવરના પાવરફુલ લુકનું પણ અનાવરણ કર્યું છે.
કરણ સિંહ ગ્રોવર સ્ક્વોડ્રન લીડર સરતાજ ગિલના પાત્રમાં, સંપૂર્ણ રીતે બંધ બેસે છે. જેમાં તે કોલ સાઈન ‘તાજ’ના નામ દ્વારા જાણીતા છે. જે પ્રતિષ્ઠિત એર ડ્રેગન યુનિટમાંથી, સ્ક્વોડ્રન પાઈલટ તરીકે સેવા આપે છે. તેમનો અભિનય પાત્રને શક્તિશાળી અને આકર્ષક બંને બનાવે છે.
સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત, અને વાયાકોમ 18 સ્ટુડિયો અને માર્ફ્લિક્સ પિક્ચર્સ સાથેના સહયોગમાં પ્રસ્તુત, ‘ફાઇટર’ એ, એક સિનેમેટિક અનુભવ છે. જે એક્શન સ્ટોરીટેલિંગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ દેશભક્તિના ઉત્સાહ સાથે હ્રદયસ્પર્શી એક્શન સિક્વન્સને એકીકૃત રીતે સંયોજિત કરે છે. જે વિશ્વભરના પ્રેક્ષકોને પડઘો પાડશે તેવા ગહન અનુભવનો વાયદો આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
