રાંચી, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિં.સ.) ઝારખંડ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સીઝન-4નું આયોજન, જમશેદપુરમાં 1 થી 7 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. રામ તેરી ગંગા મૈલી ફેમ, ફિલ્મ અભિનેત્રી મંદાકિની પણ, આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. ફિલ્મ ફેસ્ટીવલમાં એન્ટ્રી ફ્રી રહેશે.
આયોજકોના જણાવ્યા અનુસાર, સામાજિક મુદ્દાઓ પર બનેલી ફિલ્મો વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવે છે. આ કારણે વિદ્યાર્થીઓએ બને તેટલી વધુ ફિલ્મો જોવી જોઈએ. જોકે, આ ફેસ્ટિવલ દરમિયાન ઝારખંડની ફિલ્મોને નવી ઊંચાઈએ લઈ જનારા નિર્માતાઓ અને કલાકારોનું પણ સન્માન કરવામાં આવશે.
1 થી 6 નવેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ, ફિલ્મો દર્શાવવામાં આવશે. જેમાં પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોને પ્રાથમિકતા આપવામાં આવશે. 7 નવેમ્બરે ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હશે, જેમાં અભિનેત્રી મંદાકિની ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે અને વિજેતાઓને સન્માનિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / વંદના / ચંદ્ર પ્રકાશ / માધવી
