નવી દિલ્હી, , 19 ઓગસ્ટ (હિ.સ.) સાઉથ સુપરસ્ટાર અને ‘ગોડ’
રજનીકાંત આ
દિવસોમાં તેમની ફિલ્મ ‘કુલી’ માટે
હેડલાઇન્સમાં છે, જે બોક્સ ઓફિસ પર
શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ સફળતા પછી, થલાઈવા હવે તેમના બ્લોકબસ્ટર પ્રોજેક્ટ ‘જેલર’ ની સિક્વલમાં
જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન ફરી એકવાર નેલ્સન દિલીપકુમાર કરશે. દર્શકો
પહેલાથી જ ‘જેલર 2’ ને લઈને ઉત્સાહિત
છે અને હવે તેમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની એન્ટ્રીથી ચાહકોનો
ઉત્સાહ વધી ગયો છે.
અહેવાલો અનુસાર, ‘જેલર 2’ ની સ્ટાર કાસ્ટમાં મિથુન ચક્રવર્તીનું નામ પણ ઉમેરવામાં
આવ્યું છે. તેમને ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા છે
અને એવી અપેક્ષા છે કે, તેઓ આ અઠવાડિયાના અંત સુધીમાં રજનીકાંત સાથે શૂટિંગ શરૂ
કરશે. રજનીકાંત અને મિથુન પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે. બંનેએ હિન્દી ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’ (1989) અને બંગાળી
ફિલ્મ ‘ભાગ્ય દેવતા’ (1997) માં સાથે
કામ કર્યું હતું.
‘જેલર’ 1૦ ઓગસ્ટ 2૦23ના
રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે વિશ્વભરમાં 65૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી
કરીને જબરદસ્ત સફળતા મેળવી હતી. આ ફિલ્મ 2૦23ની સૌથી વધુ કમાણી કરનારી તમિલ
ફિલ્મોમાંની એક સાબિત થઈ હતી. મોહનલાલ, તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વિનાયકન અને વસંત રવિ જેવા સ્ટાર્સે ફિલ્મમાં મહત્વપૂર્ણ
ભૂમિકાઓ ભજવી હતી. ચાહકો માટે સારા સમાચાર એ છે કે, ‘જેલર’ હવે એમેઝોન
પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ છે. તે જ સમયે, દર્શકોની નજર હવે તેની સિક્વલ ‘જેલર ૨’ પર છે, જેની આતુરતાથી
રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
