નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ. સ.) બોલિવૂડની જાણીતી ફિલ્મ નિર્માતા મેઘના ગુલઝાર, આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘સૈમ બહાદુર’ માટે ચર્ચામાં છે. ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. વિકી કૌશલ અને નિર્દેશક મેઘના ગુલઝાર તેમની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ બંને એક મીડિયા ઈવેન્ટમાં જોવા મળ્યા હતા અને આ વખતે મેઘનાએ ‘છપાક’ ફ્લોપ થવા પર પણ ટિપ્પણી કરી હતી.
દીપિકા પાદુકોણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ગયા બાદ, મેઘના ગુલઝારે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. મેઘના ગુલઝારે સ્વીકાર્યું છે કે,” દીપિકાની જેએનયુ મુલાકાતની અસર, તેની ફિલ્મ ‘છપાક’ પર પડી હતી.” મેઘનાએ કહ્યું, “મારો જવાબ એકદમ સ્પષ્ટ છે. હા, દીપિકા પાદુકોણની જેએનયુ મુલાકાતની ફિલ્મ પર ચોક્કસ અસર પડી. કારણ કે મામલો એસિડ એટેકથી, લઈને હિંસા સુધી વધી ગયો હતો. મામલો જ્યાં પણ ગયો, દેખીતી રીતે જ તેની અસર ફિલ્મ પર પડી. તેમાં કોઈ શંકા નથી.
શું છે દીપિકા પાદુકોણ અને જેએનયુ વિવાદ?
દીપિકા પાદુકોણ 2020માં પોતાની ફિલ્મ ‘છપાક’ના પ્રમોશન માટે દિલ્હી ગઈ હતી. તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ની મુલાકાત એવા સમયે લીધી હતી જ્યારે વિદ્યાર્થીઓ, નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. દીપિકા તે વિદ્યાર્થીઓ સાથે ઉભી રહી. તેની જેએનયુ મુલાકાતની તેની તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ તેની વ્યાપક ટીકા થઈ હતી.
લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છપાક-
50 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે, બોક્સ ઓફિસ પર માત્ર 55.44 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ મેઘના ગુલઝારે, ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં દીપિકાની જોડી વિક્રાંત મેસી સાથે હતી. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક હતી. 2005માં દિલ્હીના, ખાન માર્કેટમાં નઈમ ખાન ઉર્ફે ગુડ્ડુ નામના યુવકે લક્ષ્મી પર એસિડ ફેંક્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
