નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ. સ.) બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર હંમેશા સમાચારમાં રહે છે. ક્યારેક તેની સોશિયલ મીડિયા પરની પોસ્ટને લઈને તો, ક્યારેક તેની આગામી ફિલ્મને લઈને. કરીનાના કામની જેટલી ચર્ચા થઈ, તેટલી જ તેના અંગત જીવનની પણ ચર્ચા થઈ. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ, પોતાની લવ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી અને કરીનાએ ખુલાસો કર્યો હતો કે, લગ્ન પહેલા તે સૈફ અલી ખાન સાથે 5 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં હતી.
2004માં અભિનેતા સૈફ અલી ખાને, પૂર્વ પત્ની અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા હતા. કરીના ત્રણ વર્ષ પછી, સૈફના જીવનમાં આવી. 2007માં ફિલ્મ ‘ટશન’માં કામ કરતી વખતે, સૈફ અને કરીના પ્રેમમાં પડ્યા હતા અને થોડા વર્ષો પછી લગ્ન કરી લીધા હતા, પરંતુ તે પહેલા બંને પાંચ વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. આ બધી વાતો, કરીનાએ એક ઈન્ટરવ્યુમાં કહી હતી. કરીના કપૂરે કહ્યું કે,’ અમે લગ્ન એટલા માટે કર્યા કારણ કે, અમને બાળક જોઈતું હતું. અમે પાંચ વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં. પછી અમે આગળનું પગલું ભર્યું.’
બાળકોના ઉછેર વિશે વધુ વાત કરતાં કરીનાએ કહ્યું કે,’ અમે બંને સાથે સમાન વ્યવહાર કરીએ છીએ. તેઓ જે રીતે જીવવા માગે છે, તે રીતે અમે તેમને જીવવા દઈએ છીએ. તેઓ પોતાનો રસ્તો જાતે પસંદ કરે છે. મારું જીવન ગમે તે હોય, હું તેની સામે જ જીવું છું. હું તેમની સાથે બધું કરવા માંગુ છું. આપણે ખુશ રહેવું જોઈએ, તો જ તેઓ ખીલશે.’
આ દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂરને, બે બાળકો છે. કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો. આ પછી, કરીનાએ વર્ષ 2021 માં તેના બીજા બાળકને જન્મ આપ્યો, તેનું નામ જેહ અલી ખાન છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
