નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ. સ.) ગયા વર્ષે કન્નડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. કેજીએફ ચેપ્ટર 1 અને 2 અને ઋષભ શેટ્ટીની ‘કંતારા’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી છે. 16 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી ‘કંતારા’એ, વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ફિલ્મની સિક્વલનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ બીજા ભાગની જાહેરાત થઈ ત્યારથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
હાલમાં જ ચાલી રહેલા ’54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં રિષભ શેટ્ટીને ‘કંતારા’ માટે સ્પેશિયલ જ્યુરી એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, રિષભ શેટ્ટીની ‘કાંતારા’ આઇએફએફઆઈમાં એવોર્ડ જીતનારી પ્રથમ કન્નડ ફિલ્મ બની છે. આ અંગે ફિલ્મના નિર્માતાઓએ પણ, એક પોસ્ટ શેર કરીને લોકોને માહિતી આપી છે.
તાજેતરમાં જ ઋષભ શેટ્ટીએ “આઇએફએફઆઈ 2023”માં ભાગ લીધો હતો. તે સમયે મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, “કંતારા અમારા મૂળ સાથે જોડાયેલી ફિલ્મ હતી, તેથી જ તેણે લોકોને અમારા જેવા અનુભવ્યા હતા. ફિલ્મ આજે જે સ્તર પર છે, તે માત્ર ભારતીય દર્શકોને કારણે છે.” શેટ્ટીએ એ પણ ટિપ્પણી કરી હતી કે,” હાલમાં પ્રાદેશિક ફિલ્મો વિશ્વભરમાં પહોંચવા અને તેની નોંધ લેવા માટે, ભાષાની સીમાઓ પાર કરી રહી છે.”
હવે દર્શકો ‘કંતારા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 16 કરોડના બજેટમાં બનેલી ‘કંતારા’એ 407.82 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. અને તેનો બીજો ભાગ એટલે કે પ્રિક્વલ ‘કાંતારા એ લિજેન્ડ – ચેપ્ટર 1’ કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી, બંગાળી અને અંગ્રેજી જેવી સાત ભાષાઓમાં રિલીઝ થશે. પહેલા ભાગની જેમ તેનું દિગ્દર્શન પણ ઋષભ શેટ્ટીએ કર્યું છે. ફિલ્મની રિલીઝ ડેટ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી, પરંતુ 2024 ના અંત સુધીમાં તે સ્ક્રીન પર આવવાની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / પવન / માધવી
