નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ. સ.) અભિનેતા રોનિત રોયે, ત્રીજી વખત લગ્ન કર્યા છે. રોનિતે ફરી એકવાર તેની પત્ની નીલમ બોસ રોય સાથે લગ્ન કર્યા છે. 58 વર્ષની ઉંમરે, અભિનેતાએ તેની 20મી વર્ષગાંઠના અવસર પર, હિંદુ રીતિ-રિવાજ મુજબ શાહી શૈલીમાં ફરીથી લગ્ન કર્યા. આ લગ્ન સમારોહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રોનિત અને નીલમના લગ્ન 2003માં થયા હતા. હવે 20 વર્ષ બાદ ફરી એકવાર બંને લગ્નના બંધનમાં બંધાયા છે. રોનિતે લગ્ન સમારોહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એક વીડિયોમાં રોનિત તેની પત્ની સાથે લિપ-લૉક કરતો જોવા મળી રહ્યો છે. ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે. રોહિતના પુનઃલગ્ન માટે, ચાહકોએ તેના ખૂબ વખાણ કર્યા છે. લગ્નની તસવીરો અને વીડિયો શેર કરતા પહેલા, રોનિતે શંકર મંદિરની કેટલીક તસવીરો શેર કરીને ચાહકોને એક હિંટ આપી હતી. વીડિયો શેર કરતી વખતે રોનિતે લખ્યું, મંદિરમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આજે હું ફરી એકવાર લગ્ન કરી રહ્યો છું. તમારી શુભકામનાઓ અને આશીર્વાદની જરૂર છે.
વાસ્તવમાં, રોનિતે પહેલા જોના સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કોઈ કારણસર તેઓ અલગ થઈ ગયા હતા. આ પછી રોનિતે, ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અભિનેત્રી નીલમ સિંહ સાથે લગ્ન કર્યા. નીલમે ફિલ્મ ‘સિલસિલા હૈ પ્યાર કા’ અને ‘સૂરાગ’ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
