સાઉથ સિને ઈન્ડસ્ટ્રીમાં લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી અભિનેત્રી નયનતારાએ પોતાની ફિલ્મ ‘અન્નપૂર્ણિ’માં પ્રભુ રામચંદ્ર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હોવાના આધાર પર નિર્માતાઓ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. વધતા વિવાદને કારણે નેટફ્લિક્સે ફિલ્મ હટાવી દીધી. આ પછી નયનતારાએ માફી માંગી છે.
નયનતારાએ ઈન્સ્ટાગ્રામ પર માફી માંગી હતી. આ નિવેદનમાં મોટા અક્ષરોમાં જય શ્રી રામ લખવામાં આવ્યું છે. મારી ફિલ્મ ‘અન્નપૂર્ણિ’ માત્ર આર્થિક લાભ માટે નથી બનાવવામાં આવી, અમે આ ફિલ્મ દ્વારા સકારાત્મક સંદેશ આપવા માંગતા હતા, પરંતુ અજાણતામાં કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમે વિચાર્યું ન હતું કે સેન્સર બોર્ડની મંજૂરી મળ્યા બાદ થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મને OTTમાંથી હટાવી દેવામાં આવશે. ન તો મારી ટીમ કે ન તો મારો ઈરાદો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હતો. નયનતારાએ લખ્યું, મારી બે દાયકા લાંબી ફિલ્મ કરિયરમાં મારું લક્ષ્ય હકારાત્મકતા ફેલાવવાનું રહ્યું છે.
ફિલ્મ ‘અન્નપૂર્ણિ’ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં અને પછી 29 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પર હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આ ફિલ્મને નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી હતી. આટલું જ નહીં ફિલ્મના નિર્માતા અને નયનથારા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીત
