ન્યૂયોર્ક, નવી દિલ્હી 07 નવેમ્બર (હિ.સ.) ગ્લોબલ કોવર્કિંગ (ઓફિસ-શેરિંગ) કંપની વી-વર્ક, જે દેવું અને ભારે નુકસાન સાથે સંઘર્ષ કરી રહી છે. તેણે અમેરિકાની ન્યુજર્સી ફેડરલ કોર્ટમાં નાદારી સુરક્ષા માટે અરજી કરી છે. કંપનીએ નાદારી સુરક્ષાના ચેપ્ટર 11 હેઠળ, આ અરજી કરી છે. કોવર્કિંગ એટલે એક જ સ્થાન પર બહુવિધ કંપનીઓ માટે ઓફિસ હોવી. વી-વર્ક એ, વિશ્વની અગ્રણી સહકાર્યકર કંપનીઓમાંની એક છે.
ન્યૂયોર્ક એક્સચેન્જમાં સૂચિબદ્ધ વી-વર્ક એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” યુએસ અને કેનેડાની બહાર, સ્થિત તેના કેન્દ્રો પ્રક્રિયાનો ભાગ બનશે નહીં. વી-વર્ક એ તેનું દેવું ઘટાડવા અને તેના ચોપડા સાફ કરવા માટે વ્યાપક પુનર્ગઠન પ્રક્રિયા શરૂ કરી છે. સોફ્ટ બેંક સમર્થિત વી-વર્ક ઇક નું માર્કેટ વેલ્યુએશન 47 કરોડ ડોલર હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીને 696 કરોડ ડોલરની ચોખ્ખી ખોટ થઈ છે.
વી-વર્ક ઇંડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) એ જણાવ્યું હતું કે,” વી-વર્ક ગ્લોબલની નાદારી અરજીની, ભારતીય બિઝનેસ પર કોઈ અસર થશે નહીં. બેંગલુરુ સ્થિત રિયલ એસ્ટેટ કંપની એમ્બેસી ગ્રુપ વી-વર્ક ઇંડિયાના માં 73 ટકા હિસ્સો ધરાવે છે. વી-વર્ક ગ્લોબલનો તેમાં 27 ટકા હિસ્સો છે. વાસ્તવમાં, વી-વર્ક ઇંડિયાના પાસે, સાત મોટા શહેરોમાં નવી દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, મુંબઈ, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદમાં લગભગ 90,000 ડેસ્ક સાથે 50 કેન્દ્રો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
