કોલકાતા, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) આવતા અઠવાડિયે પશ્ચિમ બંગાળમાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (બીજીબીએસ)નું આયોજન થવા જઈ રહ્યું છે. આ સમિટમાં બંગાળના હલ્દિયામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહત્વકાંક્ષી ડીપ સી પોર્ટના વિકાસમાં મોટી ભૂમિકા ભજવનાર, અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીના આગમન પર શંકા છે. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રાએ જે રીતે સંસદમાં તેમની સામે લાંચ લેવાના મુદ્દે પ્રશ્નો પૂછ્યા હતા અને તૃણમૂલના અન્ય નેતાઓએ, અદાણી જૂથ પર કોઈ કારણ વગર નિશાન સાધ્યું છે. જેના કારણે અન્ય ઘણા ઉદ્યોગગૃહો પણ આ સંમેલનમાં ભાગ લેવા પર સંશય થઈ રહ્યો છે.
જોકે, તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સહિત આઈટીસી, અંબુજા નેવટિયા અને હિરાનંદાની ગ્રૂપ જેવી, કંપનીઓના ટોચના ઉદ્યોગપતિઓ હાજરી આપે તેવી શક્યતા છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,” અદાણી જૂથના ચેરપર્સન ગૌતમ અદાણી બે દિવસીય સમિટમાં ભાગ લેશે કે, કેમ તે સ્પષ્ટ નથી. પરંતુ જૂથના પ્રતિનિધિઓ હાજર રહેશે.” તેમણે કહ્યું કે,” મુકેશ અંબાણી આ વર્ષના બીજીબીએસમાં હાજરી આપે તેવી શક્યતા છે. સંજીવ ગોએન્કા, સંજીવ પુરી, પૂર્ણેન્દુ ચેટર્જી, હર્ષવર્ધન નેવટિયા અને સજ્જન જિંદાલ જેવા અન્ય ઉદ્યોગપતિઓ હાજર રહેશે.”
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ, સપ્ટેમ્બરમાં સ્પેન અને દુબઈની મુલાકાત દરમિયાન રોકાણ મેળવવા માટે ઘણા ઉદ્યોગપતિઓને મળ્યા હતા. આ વર્ષે બીજીબીએસનું આયોજન 21 અને 22 નવેમ્બરે થવાનું છે. શહેરના અલીપોર વિસ્તારમાં આવેલા, જે ધનધાન્ય સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / ગંગા / માધવી
