નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિ. સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 79 ડોલર આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 74 ડોલર આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, અને ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ રહ્યું છે,
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બ્રેન્ટ ક્રૂડ 0.50 ડોલર એટલેકે 0.63 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 78.38 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.45 ડોલર એટલેકે 0.62 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 73.61 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
