
નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં આજે (સોમવારે) ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 80 ડોલર આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 75 ડોલર આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના પ્રથમ દિવસે બ્રેન્ટ ક્રૂડ 0.63 ડોલર એટલેકે 0.78 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 79.85 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. એ જ રીતે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.68 ડોલર એટલેકે 0.90 ટકા ઘટીને પ્રતિ બેરલ 74.86 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ/માધવી
