
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 83 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 79 ડોલરની નજીક પહોંચી ગઈ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકતામાં પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઇમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં 0.28 ડોલર એટલેકે 0.34 ટકાના વધારા સાથે 82.80 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.26 ડોલર એટલેકે 0.33 ટકાના વધારા સાથે, પ્રતિ બેરલ 78.52 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ /માધવી
