
નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 82 ડોલર આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 78 ડોલર આસપાસ છે. જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ બુધવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર ના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં 0.14 ડોલર એટલેકે 0.17 ટકાના વધારા સાથે બેરલ દીઠ 81.75 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.04 ડોલર એટલેકે 0.05 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 77.32 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ
