
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિં. સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 80 ડોલરની આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 74 ડોલરની આસપાસ છે. જોકે, શનિવારે જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકતામાં પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઇમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ.94.24 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના અંતિમ દિવસે, બ્રેન્ટ ક્રૂડ 0.32 ડોલર એટલેકે 0.40 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 79.07 ડોલર પર રહ્યું. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.33 ડોલર એટલેકે 0.45 ટકા ઘટીને બેરલ દીઠ 73.56 ડોલર પર રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો હિતેશ
