શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની આગાહી જાળવી રાખવાના કારણે બજારમાં સકારાત્મક માહોલ બન્યો છે. ખાસ કરીને આઈટી, બેંકિંગ અને ઓટો શેરોમાં ખાસ ઉછાળો નોંધાયો છે.
BulletsIn
- સેન્સેક્સ – 488.70 પોઈન્ટ (0.65%) ઉછાળા સાથે 75,937.74 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
- નિફ્ટી – 160.25 પોઈન્ટ (0.70%) વધીને 23,067.85 ના સ્તરે પહોંચ્યો.
- ફેડરલ રિઝર્વની જાહેરાત – વ્યાજ દરમાં ઘટાડાની ધારણા જાળવી રાખવાના કારણે બજારમાં તેજી.
- સેન્સેક્સના 30 શેરોમાંથી – 25 શેર વધ્યા અને 5 શેર ગડગડ્યા.
- ઉછાળા વાળા સેક્ટર્સ – આઈટી, બેંકિંગ અને ઓટો ક્ષેત્રમાં તેજી.
- વિશેષ ઉછાળો – એક સમયે સેન્સેક્સ 500 પોઈન્ટ સુધી અને નિફ્ટી 127 પોઈન્ટ સુધી ઉછળ્યો.
- નિફ્ટી 23,000 પાર – 19 ફેબ્રુઆરી પછી પહેલીવાર નિફ્ટીએ 23,000 ની સપાટી પાર કરી.
- સૌથી વધુ નફાવાળા શેર – ઇન્ફોસિસ, TCS, ભારતી એરટેલ, HCL ટેક, ટેક મહિન્દ્રા, ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા.
- નુકસાનવાળા શેર – બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ.
- ગત દિવસે (બુધવાર) માર્કેટની સ્થિતિ – સેન્સેક્સ 147.79 પોઈન્ટ અને નિફ્ટી 73.30 પોઈન્ટ વધીને બંધ થયા.
