નવી દિલ્હી, 23 માર્ચ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 86 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 81 ડોલર આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા, ડીઝલ 87.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા, ડીઝલ 92.15 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 103.94 રૂપિયા, ડીઝલ 90.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લિટર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના અંતિમ દિવસે, બ્રેન્ટ ક્રૂડ 0.35 ડોલર એટલેકે 0.41 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 85.43 ડોલર પર રહ્યું. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.44 ડોલર એટલેકે 0.54 ટકા ઘટીને 80.63 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
