
નવી દિલ્હી, 06 નવેમ્બર : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 86 ડોલરની નજીક છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 81 ડોલરની નજીક છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર રહી. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બ્રેન્ટ ક્રૂડ 0.34 ડોલર એટલેકે 0.40 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 85.23 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 0.41 ડોલર એટલેકે 0.51 ટકાના વધારા સાથે બેરલ દીઠ 80.93 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
