નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે,” 2024માં વધુ 25 હવાઈમથક પર, ડિજી યાત્રાની સુવિધા ઉપલબ્ધ થશે.” તેમણે કહ્યું કે,” હાલમાં આ સુવિધા ઘરેલુ મુસાફરો માટે 13 હવાઈમથક પર ઉપલબ્ધ છે.”
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે, અહીં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. સિંધિયાએ કહ્યું કે,” પ્રથમ તબક્કામાં 14 હવાઈમથક પર, અને આવતા વર્ષે બીજા તબક્કામાં 11 હવાઈમથક પર ડિજી યાત્રા શરૂ કરવામાં આવશે.” તેમણે કહ્યું કે,” 2024ના અંત સુધીમાં વધુ 25 હવાઈમથક પર ડિજી યાત્રાની સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે ડિજી યાત્રા સુવિધા ધરાવતા હવાઈમથકોની કુલ સંખ્યા વધીને 38 થઈ જશે.”
હવાઈમથક પર ભીડનો સામનો કરવા માટે, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે,” મેનપાવર, એક્સ-રે મશીન, ડિપાર્ચર ગેટ, ચેક-ઇન કાઉન્ટર્સ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ, ગયા વર્ષની સરખામણીમાં વધારવામાં આવ્યા છે.” નોંધનીય છે કે ડિજી યાત્રા ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (એફઆરટી) દ્વારા, હવાઈમથક પર, વિવિધ ચેક પોઈન્ટ પર મુસાફરોની સંપર્ક રહિત અને સીમલેસ હિલચાલની ખાતરી આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી
