નવી દિલ્હી, 01 ડિસેમ્બર (હિ. સ.) જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ શુક્રવારે એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) એટલેકે વિમાન ઈંધણની કિંમતમાં, 4.6 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.
જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના નોટિફિકેશન અનુસાર, રાજધાની દિલ્હીમાં એટીએફ ની કિંમત ઘટીને 1,06,155.67 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. જે પહેલા 1,11,344.92 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી. આ પહેલા દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ એટીએફ ની કિંમતમાં, 6,854.25 રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે 5.8 ટકાનો ઘટાડો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સરકારી માલિકીની જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (ઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ), અગાઉના સરેરાશ આંતરરાષ્ટ્રીય ભાવના આધારે દર મહિનાની 1લી તારીખે એટીએફ કિંમતમાં સુધારો કરે છે,
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
