કોચી, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) લક્ષ્મી રામકૃષ્ણ શ્રીનિવાસને, દક્ષિણ ભારતીય બેંકના, વધારાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીનિવાસને ત્રણ વર્ષ માટે બેંકના બિન-કાર્યકારી સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સાઉથ ઈન્ડિયન બેંકે, બુધવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” લક્ષ્મી રામકૃષ્ણ શ્રીનિવાસને, 20 નવેમ્બર 2023થી બેંકના એડિશનલ ડિરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.” બેંકના જણાવ્યા અનુસાર, “ શ્રીનિવાસને 3 વર્ષ માટે, બેંકના બિન-કાર્યકારી સ્વતંત્ર નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીનિવાસને બેંકિંગ ક્ષેત્રમાં 38 વર્ષનો અનુભવ છે.”
લક્ષ્મી રામકૃષ્ણ શ્રીનિવાસ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)માં, ચીફ જનરલ મેનેજર તરીકે સેવા આપી ચૂક્યા છે. આ સિવાય તેણીએ સ્ટેટ બેંક સ્ટાફ કોલેજના ડાયરેક્ટર સહિત અનેક વરિષ્ઠ પદો પર કામ કર્યું છે. શ્રીનિવાસે 1985 માં એસબીઆઈમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે, પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી
