
નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ. સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને બેરલ દીઠ 75 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના ચોથા દિવસે શરૂઆતના કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ 0.22 ડોલર એટલેકે 0.30 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 74.48 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.12 ડોલર એટલેકે 0.17 ટકા વધીને પ્રતિ બેરલ 69.58 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / ડો. હિતેશ
