
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને બેરલ દીઠ 78 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ પ્રતિ બેરલ 74 ડોલર પર છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, શુક્રવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના પાંચમા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રેન્ટ ક્રૂડ 0.15 ડોલર એટલેકે 0.19 ટકાના વધારા સાથે બેરલ દીઠ 77.57 ડોલર પર અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 0.12 ડોલર એટલેકે 0.16 ટકાના વધારા સાથે, પ્રતિ બેરલ 73.02 ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ
