નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ
બુધવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માં પ્રસ્તાવિત સુધારાઓ અંગે રાજ્યોના મંત્રી સમૂહની બેઠકને
સંબોધિત કરશે. આ સુધારાઓ હેઠળ, જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવશે અને સામાન્ય રીતે ઉપયોગમાં
લેવાતી વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.
સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે,” કેન્દ્ર સરકાર,
અમેરિકી ટેરિફનો જવાબ આપવા માટે જીએસટીમાં મોટો ફેરફાર લાવવાની તૈયારી કરી રહી છે.
તેને ‘ જીએસટી 2.0 અથવા નેક્સ્ટ
જનરેશન જીએસટી’ નામ આપવામાં
આવ્યું છે.”
આ અંતર્ગત, બુધવાર, 20 ઓગસ્ટના રોજ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં રાજ્યોના મંત્રી સમૂહની એક
મહત્વપૂર્ણ બેઠક યોજાશે. 20-21 ઓગસ્ટના રોજ નવી
દિલ્હીમાં યોજાનારી, રાજ્ય મંત્રી સમિતિની આ બે દિવસીય બેઠકમાં આ અંગે ચર્ચા
કરવામાં આવશે.
નાણામંત્રી આ બેઠકમાં વ્યાપક જીએસટીસુધારા માટે તર્ક
આપશે, જે જીએસટી કર દરોમાં ઘટાડો
કરશે અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ ઘટાડશે. આ બેઠકમાં, નેક્સ્ટ જનરેશન
જીએસટી રિફોર્મ્સ ના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, તાજેતરમાં
જાહેર કરાયેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 2017 માં દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમ લાગુ
થયા પછી આ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર હશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
