
નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ. સ.). ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 90 ડોલર આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 85 ડોલર આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, અને ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર ના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બ્રેન્ટ ક્રૂડ 0.91 ડોલર એટલેકે 1.01 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 89.57 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 1.17 ડોલર એટલેકે 1.37 ટકા ઘટીને બેરલ દીઠ 84.37 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ/માધવી
