
નવી દિલ્હી, 02 ડિસેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 2 ડોલર ઘટીને 79 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત 75 ડોલર પ્રતિ બેરલની નજીક છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, અને ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા હતું. ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બ્રેન્ટ ક્રૂડ 1.98 ડોલર એટલેકે 2.45 ટકા ઘટીને 78.88 ડોલર પ્રતિ બેરલ પર છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડમાં પણ 1.89 ડોલર એટલેકે 2.49 ટકાનો ઘટાડો થયો છે અને તે પ્રતિ બેરલ 74.07 ડોલર પર સ્થિર છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ
