
નવી દિલ્હી, 06 જાન્યુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને બેરલ દીઠ 79 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત 74 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના અંતિમ દિવસે બ્રેન્ટ ક્રૂડ 1.17 ડોલર એટલેકે 1.51 ટકાના વધારા સાથે 78.76 ડોલર પ્રતિ બેરલ પર રહ્યું. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 1.62 ડોલર એટલેકે 2.24 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 73.81 ડોલર પર સ્થિર છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / ડો. હિતેશ
